Sunday, June 23, 2019

Foreign Education Loan (For Unreserved Class of People of Gujarat)

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:
  • ધોરણ-12 પછી ફકત M.B.B.S , સ્નાતક ( ડિપ્લોમા પછી મેળવેલ હોય તો પણ માન્ય થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે), અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ Rs. 15.00 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.
લાયકાતના ધોરણો : ધો-૧૨ માં 60 % કે તેથી વધુ.
વ્યાજનો દર : વાર્ષિક 4 % લેખે સાદુ વ્યાજ.
આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા Rs. 6.00 લાખ કેતેથી ઓછી.
લોન માટેનાં જામીન / દસ્તાવેજ:
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ Rs. 7.50 લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ Rs. 7.50 લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી:
  • Rs. 5.00 લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 5 (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • Rs. 5.00 લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 6 (છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
  • લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.

1 comment:

  1. B.E. IT ma 7.8 CGPA MEANS 73% HOY TO MASTER DEGREE MATE LOAN LEVI CHHE TO MALE ?? 12TH MA ALL SUBJECT COUNT KARU TO 60% THAAY CHHE

    ReplyDelete