Sunday, June 23, 2019

Foreign Education Loan (For Unreserved Class of People of Gujarat)

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:
  • ધોરણ-12 પછી ફકત M.B.B.S , સ્નાતક ( ડિપ્લોમા પછી મેળવેલ હોય તો પણ માન્ય થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે), અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ Rs. 15.00 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.
લાયકાતના ધોરણો : ધો-૧૨ માં 60 % કે તેથી વધુ.
વ્યાજનો દર : વાર્ષિક 4 % લેખે સાદુ વ્યાજ.
આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા Rs. 6.00 લાખ કેતેથી ઓછી.
લોન માટેનાં જામીન / દસ્તાવેજ:
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ Rs. 7.50 લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ Rs. 7.50 લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી:
  • Rs. 5.00 લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 5 (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • Rs. 5.00 લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 6 (છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
  • લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.

Interest Help Scheme for Graduate Doctor-Lawyer-Technical Graduate (For Unreserved Class of People of Gujarat)

સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગનાલાભાર્થીઓ પોતાનું ક્લીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન પર ૫ % વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
લાયકાતનાંધોરણો:.
  • વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે.
  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે. અને બિન અનામતવર્ગના હોવા જોઇએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.
  • બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.
આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથીઓછી.